Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 81
________________ પંખીઓની વિરાટ સભામાં જ્યારે ચલુ ચકલાનું ‘જગતનું વિચિત્ર પ્રાણી માનવ” એ વિષય પર પી.એચ.ડી કરવા બદલ કલ્લ પોપટની ચાંચ દ્વારા બહુમાન થયું ત્યારે આખું વૃક્ષ પંખીઓના હર્ષનાદથી વ્યાપ્ત તો બની ગયું પણ કલ્લ પોપટે એ નિબંધના કેટલાક અંશો પંખી વચ્ચે વાંચી સંભળાવ્યા ત્યારે તો વાતાવરણમાં સન્નાટો છાઈ ગયો. આ રહ્યા એ અંશોમાનવ ! આંખોને નિર્વિકારી બનાવતાં મંદિરોના નિર્માણ પણ એ કરે છે તો આંખોને વિકારોથી ખદબદતી બનાવી દેતાં થિયેટરો પણ એ જ ઊભા કરે છે. પશુઓની નિર્મમ હત્યા કરતાં રાક્ષસી કતલખાનાંઓ પણ એ ખોલે છે તો પશુઓને બચાવતી પાંજરાપોળો પણ એ જ ખોલે છે. અનાથ બાળકોને જીવાડવા અનાથાશ્રમો પણ એ ખોલે છે તો કરોડો બાળકોને પેટમાંથી જ પરલોકમાં રવાના કરી દેતા ગર્ભપાતનાં ઑપરેશનો પણ એ જ કરે છે. તમે આગને, વાઘને કે સાપને સમજી શકશો પણ “માનવ’ એ તો ક્યારેય ન સમજી શકાય તેવું આ જગતનું વિચિત્ર પ્રાણી છે.” ૮૧

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100