Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 64
________________ ‘તમે બધા ય ઘરડાંઓ અહીં એક જ જગાએ શું ભેગા થઈ ગયા છો? અને તમારા કોઈના ય ચહેરા પર ચમક કેમ દેખાતી નથી ? વળી, આ સ્થળ મને સાવ અજાણ્યું કેમ લાગે છે?' ઘટાદાર વૃક્ષની બે-પાંચ ડાળીઓ પર ઘરડાં પંખીઓને જોઈને મોરે એક વૃદ્ધ પોપટને પૂછયું. ‘એવું છે ને કે મારો દીકરો બે વરસથી શહેરના એક શ્રીમંતને ત્યાં રહેતો હતો. પછી એ શ્રીમંતને ત્યાં એણે જોયું કે અહીંનાં તમામ ઘરોમાં કોઈને ય ત્યાં એમનાં મા-બાપ છે જ નહીં. એ ઘરના માલિકને એણે પૂછ્યું. એણે જવાબ આપ્યો કે ‘વૃદ્ધાવસ્થાએ પહોંચેલા આપણાં મા-બાપ પાછલી વયમાં શાંતિથી જીવી શકે કિ મરી શકે ?] એ માટે એમને ઘરડા ઘરમાં જ મૂકી આવવા. એ ત્યાં મજામાં અને આપણે અહીં મજામાં !” મારો દીકરો આ જવાબ સાંભળીને ઊડીને સીધો અહીં આવ્યો અને આ વૃક્ષ પર એણે વૃદ્ધાશ્રમ ખોલી દીધો ! શું કહીએ? અમે બધા ય ઘરડાંઓ અહીં પ્રસન્નતાથી આવ્યા નથી પણ અમારા દીકરાઓ અમને પરાણે અહીં મૂકી ગયા છે. પ્રાર્થીઓ છીએ ભગવાનને કે એ અમને જલદી પોતાની પાસે બોલાવી લે !' ૬૪

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100