________________
‘તને રૂપ નથી મળ્યું એ બદલ કોઈ વેદના?’ કાગડીને હંસે પૂછ્યું. ‘બિલકુલ નહીં. આકર્ષક રૂપ મળ્યા બદલ આજની યુવતીઓ પોતાના શરીરને બજારુ બનાવવા જે હદે નિર્લજ્જ બની રહી છે એ જોયા પછી મને આકર્ષક રૂપ ન મળ્યા બદલ દુ:ખ તો નથી થતું પણ અપાર આનંદ થાય છે” કાગડીએ જવાબ આપ્યો. ‘તને દિવસે દેખાતું જ નથી એ બદલ કોઈ ફરિયાદ ?' ઘુવડને ગરુડે પૂછ્યું. ‘ભર બપોરે બાર વાગે ય કાળી રાતને શરમાવે એવાં દશ્યો ટી.વી. સામે બેસીને માણસો જોઈ રહ્યા છે એવા સમાચાર પોપટ તરફથી જ્યારથી મને સાંભળવા મળ્યા છે ત્યારથી દિવસનો અંધાપો મારા માટે ત્રાસરૂપ બનતો બંધ થઈ ગયો છે... ઘુવડે જવાબ આપ્યો. ‘જિંદગીભર તારે મડદાં જ ચૂંથતા રહેવું પડે છે એ બદલ તને કોઈ અકળામણ ખરી ?’ ગીધને મોરે પૂછ્યું. ‘ગરીબ-લાચાર-સરળ-કમજોર એવા જીવતા માણસોને ચીરી રહેલા શિક્ષિતો જ્યારથી મારી નજરે ચડ્યા છે ત્યારથી મડદાં ચૂંથવાના મારા લમણે ઝીંકાયેલા દુર્ભાગ્ય બદલ રડવાનું મારે બંધ થઈ ગયું છે” ગીધે જવાબ આપ્યો.
૭૧
Nી