________________
૫
ગડરાજની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની મિટિંગમાં ગરુડરાજે એક અગત્યનો પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું કે ‘કબૂલ, સિંહ ક્રૂર છે, શિયાળ લુચ્ચું છે,
વાઘ ખતરનાક છે,
દીપડો ખૂંખાર છે,
બિલાડી આક્રમક છે
તો પણ હવે પછી આપણે એ સહુના બચાવમાં રહેવાનું છે
કારણ કે એ સહુનો અને આપણા સહુનો
એક જ દુશ્મન છે, માણસ.
એણે આપણને અને પશુઓને
ખતમ કરી નાખવાનું જાણે કે અભિયાન જ આદર્યું છે.
કતલખાનાંઓ ખોલવા દ્વારા એ પશુઓને ખતમ કરી રહ્યો છે તો
જંગલો-વૃક્ષો કાપવા દ્વારા, પ્રદૂષણ ફેલાવવા દ્વારા એ આપણને ખતમ કરી રહ્યો છે.
કૌરવો અંદર અંદર ભલે ઝઘડતા હતા પણ પાંડવો
સામે એ સહુ જો એક જ થઈ ગયા હતા તો
એ જ ન્યાયે પશુઓ સામે આપણે ક્યારેક ભલે ઝઘડી પડતા હોઈએ પણ માણસ સામે લડવાની
વાત આવે ત્યારે તો આપણે એક જ થઈ જવાનું છે.’
૭૫