Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 76
________________ - - ભ્રમર વિષ્ટા પર ? કોયલ લીમડાની ડાળે ? હંસ ગટર પાસે ? બુલબુલ ઉકરડે ? મોરની દોસ્તી કાગડા સાથે ? કબૂતરનું બેસવા-ઊઠવાનું ગીધ સાથે ? આવો વિસંવાદ પંખીજગતમાં લાખો વરસમાં પહેલી જ વાર સર્જાયો હતો. એનાથી વ્યથિત થઈ ગયેલા ગૃહપ્રધાન બલુરાજ જટાયુએ એક તપાસપંચ નીમ્યું. તપાસ પંચ છ મહિના બાદ ગૃહપ્રધાનને આપેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે ‘આ તમામ પંખીઓ શહેરમાં ચાલતી કૉલેજોમાં જ પડ્યા-પાથર્યા રહેતા હતા. એ કૉલેજોમાં ભણી [2] રહેલા યુવાન-યુવતીઓના આચરણને જોતાં જોતાં એમનામાં આ વિકૃતિઓ પ્રવેશી ગઈ છે. હવે એનાથી તેઓને મુક્ત કરી શકાય તેમ નથી.' ૭૬

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100