Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 78
________________ કાગડાભાઈ ! છેલ્લાં બે વરસથી હું જોઈ રહ્યો છું કે મહેલના જે શિખર પર વરસોથી ગરુડરાજ બેસી રહ્યા છે એ શિખર પર બેસી જવા તમે તમામ પ્રકારના કાવાદાવા આચરી રહ્યા છો પણ એક વાત તમે કાન ખોલીને સાંભળી લો કે તમારા એ પ્રયત્નોમાં તમને સફળતા મળવાની નથી જ પણ ધારી લો કે એમાં તમે કદાચ સફળ બની પણ ગયા તો ય તમે ‘તમે' જ રહેવાના છો, કાળા અને કર્કશ, અપ્રિય અને અળખામણાં ! તમારામાં ‘ગરુડ બનવાનાં કોઈ લક્ષણ હોવા તો જોઈએ ને? મારું માનો. તમે ‘સ્થાન મેળવવાના પ્રયત્નો છોડીને જે છો એમાં સંતુષ્ટ બની જાઓ. જીવનમાં તમને શાંતિનો અનુભવ થઈને જ રહેશે” હંસની આ વાતનો કાગડાભાઈ પાસે કોઈ જવાબ નહોતો.

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100