________________
બીમાર પડેલા કબૂતરની સારવારમાં કૂતરો ગોઠવાઈ ગયો હતો તો અશક્ત બની ગયેલ ગાયની પાસે પાણી લાવીને મૂકતા રહેવાનું કામ પોપટ કરી રહ્યો હતો. પારધીના બાણથી ઘાયલ થયેલા હરણના શરીર પર મલમ કાગડો લગાડી રહ્યો હતો
માળામાંથી પડી જવાના કારણે ઈજાગ્રસ્ત બની ગયેલ ચકલીના બચ્ચાની સારવાર વાંદરી કરી રહી હતી. આવું વિરલ દૃશ્ય જોઈને એ રસ્તેથી પસાર થઈ રહેલ માણસ આશ્ચર્યચકિત થઈ ગયો. એણે જંગલના રાજા સિંહને અને આકાશના રાજા ગરુડને પૂછ્યું, આ શું સંભવિત બન્યું?' અમારી વેદનાને પ્રગટ ન કરી શકવાની બાબતમાં અમે સહુ સમાન છીએ. આમે ય સમદુઃખિયાઓને અરસપરસ સહાનુભૂતિ હોય જ છે ને? બસ, અમારી સહકારવૃત્તિ પાછળ આ જ વાસ્તવિકતા કામ કરી રહી છે” બંનેએ જવાબ આપ્યો.
૭૭
A
મા છે
,