________________
‘પંખીજગતના જુદાં જુદાં પંખીમાં રહેલા જુદા જુદા દુર્ગુણો એક જ જગાએ જોવા હોય તો ક્યાં જોવા મળે? સમજાવો’ પરીક્ષામાં પુછાયેલ આ પ્રશ્નનો જવાબ આપતા ભમરાએ પોતાના ઉત્તરપત્રમાં લખ્યું કે માણસમાં તમને પંખીજગતના તમામ દુર્ગુણો જોવા મળશે? માખી જેમ મીઠાઈ પર પણ બેસે છે અને વિષ્ટા પર પણ બેસે છે તેમ માણસ ધર્મ પણ કરે છે
અને સાથોસાથ પાપ પણ કરે છે. મચ્છર જેમ સજ્જનોનું અને સાધુઓનું પણ લોહી પીએ છે તેમ માણસ સજ્જનોને અને સાધુઓને પણ ત્રાસ આપતો રહે છે. આ સિવાય કાગડામાં રહેલ લુચ્ચાઈ માણસે બરાબર અપનાવી લીધી છે. ગીધ તો કદાચ મડદાં જ ચૂંથે છે પણ માણસ તો જીવતાં માણસોને - પશુઓને અને પંખીઓને મડદાં બનાવે છે. તીડ જેમ હરિયાળાં ખેતરો પર આક્રમણ કરે છે તેમ માણસ હરિયાળાં જીવનોને ખતમ કરતો રહે છે? ભ્રમરને આવો જવાબ લખવા બદલ સુવર્ણચન્દ્રક એનાયત થયો.