________________
‘ભાઈ કલ્લુ બંદર ! તારું મૂળ સ્થાન કયું? કારણ કે ક્યારેકજ તું જમીન પર દેખાય છે. બાકી મોટે ભાગે તો તું કાં તો વૃક્ષો પર અને કાં તો મકાનોની અગાસીઓ પર જ દેખાતો હોય છે. અમે તને લગભગ કૂદતો જ જોયો છે. ચાલતો તો તું ખાસ દેખાતો જ નથી. અમારે તને જમીનવાસી માનવો કે પછી આકાશવાસી?” મોરે કલુ બંદરને પૂછ્યું શું કહું તને ? છું હું જમીનવાસી પણ જમીન પર રહેવાનું મને હવે બિલકુલ મન થતું નથી. કારણ એક માત્ર માનવજાતની ક્રૂરતા ! એણે અમારી સમસ્ત વાનરજાતિનું નિકંદન કાઢી નાખવાનું અભિયાન આદર્યું છે. આમાં પાછી કમાલની કરુણતા તો એ છે કે પોતાની ઉત્પત્તિના મૂળમાં એ અમને માની રહી છે. આ ક્રૂર, કૃતજ્ઞ અને કાતિલ માનવજાતની ઉત્પત્તિ અમારામાંથી ? એણે ચલાવેલા આવા હડહડતા જૂઠાણાથી ત્રાસી જઈને મેં જમીન છોડીને વૃક્ષો પર અને અગાસીઓ પર રહેવાનું પસંદ કર્યું છે... વાંદરાએ જવાબ આપ્યો.
૭૩