________________
७०
વડલાના વિરાટ વૃક્ષની છાયામાં આજે
ગરુડ, સમડી, કાગડો, પોપટ, મોર, કાબર,
કબૂતર, ચકલો, તેતર, તીડ, માખી,
મચ્છર વગેરે તમામ પંખીજગતનાં પક્ષીઓ ભેગા થયા હતા.
નિમિત્ત શું હતું એની કોઈને ય ખબર નહોતી. અને અચાનક વનરા જ કેસરીની ત્રાડ સંભળાઈ.
એ અવાજ સાંભળીને પંખીઓ ઊડી જાય
એ પહેલાં ગડરાજે સહુને ઉદ્દેશીને શાંતિથી બેસી જવા વિનંતિ કરી.
'આપણા સહુ વતી મેં પોતે જ વનરાજ કેસરીને અત્રે પધારવાનું આમંત્રણ આપ્યું છે.’ ગરુડરાજ આગળ કાંઈ બોલે એ પહેલાં તો
વનરાજ કેસરીએ પંખીઓના સમૂહ વચ્ચે પ્રવેશ કર્યો અને નક્કી કરેલ જગા પર એમણે આસન જમાવ્યું. માણસો ભલે જંગલના રાજા સિંહને ક્રૂર માનતો હોય પણ આ એ વનરાજ કેસરી છે કે જેણે પોતાના જીવનમાં ક્યારેય પેટ ભરાયા પછી કોઈનો ય શિકાર નથી કર્યો. જે જીવનમાં ક્યારેય કામાંધતાના શિકાર નથી બન્યા. જેણે ક્યારેય અસાવધ પશુ પર પાછળથી શિકાર નથી કર્યો. માણસો કરતા અનેક બાબતમાં તેઓ આગળ હોવાથી પંખીજગત વતી હું અત્યારે એમનું સન્માન કરું છું” ગરુડરાજના આ વક્તવ્યને સહુ પંખીઓએ હર્ષની કીકીયારીઓથી વધારી લીધું.
७०