________________
પંખીજગતની કોર્ટમાં આજે એક પગલું મૂકવાની ય જગા નહોતી. આરોપીના પિંજરમાં દેશના સંરક્ષણ પ્રધાન હતા. ફરિયાદીના પિંજરમાં ગરુડરાજ હતા. ન્યાયાધીશની ખુરશી પર હંસરાજ હતા. ટાંચણી પડે તો ય અવાજ સંભળાય એવી નીરવ શાંતિ વચ્ચે ગરુડરાજે બોલવાનું શરૂ કર્યું. માનવજાતના પ્રતિનિધિ તરીકે આપણી સામે ઊભેલા આ સંરક્ષણ પ્રધાને આ દેશની જમીનને શસ્ત્રોનાં કારખાનાંઓથી અને યુદ્ધોથી અભડાવી નાખી છે. દરિયાનાં જળને અને નદીઓનાં નીરને બૉમ્બના અખતરાઓ કરીને ડહોળી નાખ્યા છે. તેલના કડદાઓ વહેવડાવવા દ્વારા લાખો જળજંતુઓને ખતમ કરી નાખ્યા છે. એટલાથી ય સંતોષ ન થતા એમણે આકાશમાં ઉપગ્રહો તરતા મૂકવાનું શરૂ કર્યું છે. રૉકેટો અને વિમાનો ઉડાડવાનું ચાલુ કર્યું છે જેના દુશ્મભાવે આપણાં સેંકડો પંખીઓને દમ-શ્વાસ-કૅન્સર વગેરેની તકલીફો શરૂ થઈ ચૂકી છે. ગરુડરાજ આગળ કાંઈ બોલે એ પહેલાં ન્યાયાધીશ હંસરાજે ચુકાદો આપી દીધો કે “આપણી હૉસ્પિટલમાં સંરક્ષણ પ્રધાનને દાખલ કરી દઈને તાત્કાલિક એમનું, મગજ કાઢી લઈને એમને શહેરમાં રવાના કરી દેવામાં
૬૮