Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 67
________________ કોયલના ગળામાં કાગડાનો અવાજ ? કબૂતરના વર્તનમાં શિયાળની લુચ્ચાઈ ? મોરના નૃત્યમાં ડિસ્કોની છાંટ ? હંસના વ્યવહારમાં કૂતરાની તુચ્છતા ? ચાતકની દૃષ્ટિમાં ડુક્કરની ગંદકી ? ભ્રમરની ઉડાનમાં વાઘની આક્રમકતા? કાગડીની ચાલમાં કૂતરીની માદકતા? ચકલીની જીવનપદ્ધતિમાં ભેંસની ગંદકી પ્રિયતા? આ તમામ વિસંવાદિતાનો તાગ મેળવવાનો પ્રયાસ કરવા માટે નિમાયેલા એક જ પંખીના તપાસપંચે છ મહિના બાદ ગરુડરાજના ટેબલ પર મૂકેલ રિપોર્ટમાં લખ્યું હતું કે ‘શહેરમાં ખૂલેલ કોન્વેન્ટ સ્કૂલમાં આ તમામ પંખીઓએ લીધેલ શિક્ષણના પ્રતાપે એમના સહુનાં જીવનમાં આ ગંદવાડ પ્રવેશી ચૂક્યો છે ૬૭

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100