________________
93
‘કબૂલ,
આપણે બધા શહેરના આકાશનાં પંખીઓ છીએ. ભોજન માટે આપણે
માનવવસાહતમાં જઈએ જ છીએ અને આપણે ત્યાં જ જવું પડવાનું છે પરંતુ
એક બાબતમાં આપણે સહુએ ખુબ સાવધ રહેવાનું છે. શહેરમાં રહેતા માણસોએ પોતાનાં જીવનમાં
સ્વચ્છંદાચારની જે હદે પ્રતિષ્ઠા કરી દીધી છે એની કલ્પના કરતા ય થથરી જવાય છે. વ્યભિચારને જે છુટ્ટો દોર આપી દીધો છે. એની વિચારણા કરતા ય સ્તબ્ધ થઈ જવાય છે. મર્યાદાના જે હદે લીરેલીરા ઉડાવ્યા છે એની કલ્પના કરતાં ય વ્યથિત થઈ જવાય છે.
ધ્યાન આપણે એટલું જ રાખવાનું છે કે એના આ સ્વેચ્છાચારનો, વ્યભિચારનો અને પાપાચારનો ચેપ
આપણાં બાળકોને ન લાગી જાય. આજે આપણું આખું ય પંખીજગત પવિત્ર રહી શક્યું છે.
એનું એક માત્ર કારણ આ છે કે આપણે હજી માનવોમાં રહેલાં દૂષણોથી દૂર રહી શક્યા છીએ.’ આટલું બોલતા બોલતા ગરુડરાજ ગંભીર બની ગયા.
૬૩.