Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 54
________________ બંગલાના કમ્પાઉન્ડમાં ચણ ચણી રહેલા ચકલીના બચ્ચાની તંદુરસ્તી અને મુખ પરની પ્રસન્નતા જોઈને આશ્ચર્યચકિત બની ગયેલા એ બંગલાના માલિકના દીકરા પિન્ટેએ ચકલીના બચ્ચાને પૂછ્યું. ‘તારી તંદુરસ્તી અને પ્રસન્નતાનું રહસ્ય શું છે ?” ‘પ્રથમ રહસ્ય એ છે કે મને ભોજન કાયમ માટે મારી મમ્મી જ કરાવે છે. માતૃરસ્તેન મોનનમ્' નું જે સૂત્ર તમારે ત્યાં પ્રચલિત છે એનો અમલ તમારે ત્યાં લગભગ થતો નથી અને એ સૂત્રનો અમારા પંખીજગતમાં ક્યારેય ભંગ થતો નથી. બીજું રહસ્ય એ છે કે “માતૃમુન શિક્ષણમ્' શિક્ષણ તો માતાના મુખે જ મળવું જોઈએ આ સૂત્રનો અમલ અમારા પંખીજગતમાં એકદમ બરાબર થઈ રહ્યો છે. ટૂંકમાં, મમ્મીના હાથે ભોજન, એ છે મારી તંદુરસ્તીનું રહસ્ય અને મમ્મીના મુખે શિક્ષણ, એ છે મારી પ્રસન્નતાનું રહસ્ય.’ ચકલીના બચ્ચાએ પિન્ટને હસતા હસતા જવાબ આપ્યો.

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100