________________
વૃક્ષની ઘટાદાર છાયામાં એકઠાં થયેલ પંખીઓ ગામગપાટા લગાવી રહ્યા હતા પણ કેન્દ્રસ્થાને વિષય હતો.
‘માણસ માટે આપણે કેટલા ઉપયોગી છીએ ?
‘હું માણસની ગંદકી દૂર કરું છું’ કાગડો બોલ્યો. મારી ચરક માણસને પા-મુક્ત કરે છે. કબૂતર બોલ્યું. ‘મારું નૃત્ય માણસને આહ્વાદિત કરે છે’ મોર બોલ્યો. ‘મારો અવાજ પાછળ માણસ પાગલ છે' કોયલ બોલી. મને પાળવામાં માણસને મજા આવે છે’ પોપટ બોલ્યો. ‘પડ્યા રહેતાં મડદાંઓની દુર્ગંધથી હું માણસજાતને બચાવું છું’ ગીધ બોલ્યું. ‘હું સવારના માણસને ઉઠાડું છું' કૂકડો બોલ્યો. ‘નાનાં બાળકો મારા દર્શને પાગલ પાગલ
બની જાય છે’ પતંગિયું બોલ્યું .
‘મારા રૂપને જોઈને માણસ આનંદિત થઈ જાય છે.' બતક બોલ્યું.
‘મારા વિવેકના વખાણ કરતા માણસ થાતો નથી' હંસ બોલ્યો,
પણ સબુર |
આમ છતાં માણસજાત એટલી કૃતઘ્ન છે કે એની પાસે આપણાં જીવનને સુરક્ષિત
રાખવાનાં એક પણ આયોજનો નથી.
એ વૃક્ષો કાપે છે, ગોફણ વાપરે છે, રસાયણો છાંટે છે, જમીન બગાડે છે, આકાશને પ્રદૂષિત કરે છે. એનાથી આપણે બને તેટલા દૂર જ રહેવું' સમડી બોલી.
૫૮