Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 59
________________ પંખીજગતમાં અવાજ કાગડાનો, રૂપ ઢેલનું. અલ્પતા આગિયાની, કમજોરી મચ્છરની, ક્ષુદ્રતા ચકલીની. ગતિમંદના પતંગિયાની, ૫૯ મંદબુદ્ધિ કબૂતરની આ બધાં ‘કલંક’ છતાં સહુ પોતપોતાની રીતે મસ્તીથી જીવન જીવતા હતા. એ સહુના આ મસ્તીસભર જીવનવ્યવહારને જોઇને અચાનક જંગલમાં જઈ ચડેલા એક કૉલેજીયન યુવકે પંખીઓના રાજા ગરુડને પૂછ્યું, ‘આ બધાં પંખીઓમાંના એક પણ પંખીને પોતાને કુદરત તરફથી થયેલ આ સજા બદલ કોઈ અસંતોષ કે ફરિયાદ નથી ?' ‘ના, સહુએ પોતાની આ અપતાનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરી જ લીધો છે. આમેય અમે સહુ આકાશમાં જ વસવાટ કરીએ છીએ ને ? અમે એવું સાંભળ્યું છે કે પ્રભુ આકાશમાં રહે છે. અમે જ્યારે પ્રભુના પાડોશી હોઈએ ત્યારે અમારે એના દાન અંગે ફરિયાદ કરવાની તો હોય જ શેની ?’ ૫૯

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100