________________
૫૩
બળદ અને ઘોડો, બંને રડી રહ્યા તો હતા જ પરંતુ બંને જણા એકબીજાનાં આંસુ પોતપોતાની જન્મ ારા લૂછી રહ્યા હતા. આકાશમાં ઊડી રહેલ કબુતરે આ કરણ દશ્ય જોયું અને એ સ્તબ્ધ થઈ ગયું.
બંને દુઃખી ?
લાવ, એમને પૂછ્યા તો દે એમનાં દુઃખનું કારણ ! કબૂતર એ બંને પાસે આવ્યું,
‘તમે બંને રો છો કેમ ?'
‘ભાઈ કબૂતર !
ખેડૂત જ્યારથી ખેતરમાં ટ્રેક્ટર લઈ આવ્યો છે
એ દિવસથી અમારી સમસ્ત બળદ જાતિની પનોતી શરૂ થઈ છે.
ટ્રૅક્ટરના કારણે અમે નકામા થઈ ગયા છીએ.
અને કામ વિનાના થઈ ગયા હોવાના કારણે અમારી
જ્ઞાતિના લાખો સભ્યોને માણસજીને કતલખાનામાં ધકેલીને કાપી નાખ્યાં છે.
આવતી કાલે મારો નંબર પણ . . . ' આટલું બોલતા બળદ પુનઃ રડી પડ્યો.
‘રસ્તા પર ગાડી અને ટ્રકો આવી,
માણસે અમને છૂટા કરી દીધા. અને અમે ય બળદના હસ્ત ધકેલાઈ રહ્યા છીએ.” રડતા રડતા ધોડો બોલ્યો. ‘માનવ ! આ બધાના નિઃસાસા લઈને તું શું સુખી થઈશ ?’ આટલું બોલીને કબૂતર ઊડી ગયું.
૫૩