________________
૫૫
શહેરની કૉલેજમાં
ભણવા ગયેલ કાગડો ડૉક્ટર થઈ ગયાના
સમાચાર વૃક્ષ પર મળેલ પંખીઓની સભામાં આવ્યા અને પંખીઓના ચહેરા પરની ચમક ઊડી ગઈ.
‘હવે આપણે ત્યાં ખોરાકમાં કોઈ નિયંત્રણ રહેવાનું નહીં કારણ કે ડૉક્ટરો ભોજન પરના નિયંત્રણમાં માનતા જ નથી’ મોરે પોતાની વેદના વ્યક્ત કરી.
‘હવે આપણે ત્યાં સદાચારની વાત રહેવાની નહીં
કારણ કે ડૉક્ટરો સદાચારમાં માનતા જ નથી'
હંસે પોતાની વ્યથા વ્યક્ત કરી.
‘આ બધું તો ઠીક છે
પણ સૌથી મોટો ડર તો મને બીજો જ છે' કોયલ બોલી. ‘શેનો ડર છે ?’ પોપટે પૂછ્યું,
‘આટલાં વરસોના ઇતિહાસમાં એક પણ પંખી માતાએ પોતાના પેટમાં રહેલ બાળકની સામે ચડીને હત્યા કરી નથી. હવે એ ખતરનાક પાપ આપણે ત્યાં ચાલુ થઈ જવાનું. કારણ કે વસતિ નિયંત્રણની બોગસ દલીલો દ્વારા ડૉક્ટરો ગર્ભપાતની સતત હિમાયત કરતા
રહે છે. ઓહ ! શું કરશું આપણે ?’
‘એક કામ કરીએ. ડૉક્ટર બનીને કહ્યું કાગડો અહીં આવે ત્યારે એની ડૉક્ટરની ડિગ્રી જ
આપણે આંચકી લઈએ.’
૫૫