Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 51
________________ જંગલમાં એક ઘટાદાર વૃક્ષની છાયામાં સૂનમૂન થઈને બેઠેલા હંસને જોઈને વૃક્ષની ડાળી પર બેઠેલ કોયલ સ્તબ્ધ થઈ ગઈ. ઊડીને એ તુર્ત નીચે આવી. આપ અહીં ?' ‘અહીં ન આવે તો બીજે જાઉં ક્યાં?' આપનું સ્થાન અહીં ન હોય, કાં તો માનસરોવર હોય અને કાં તો નિર્મળ જળથી ભરેલ સરોવર હોય. આ જંગલ તો અમારા જેવા પંખીઓ માટે છે.' ‘તારી વાત સાચી પણ હમણાં સત્તાસ્થાને જે પણ સરકારો આવે છે એ તમામને મત્સ્યોદ્યોગના વિકાસમાં જ રસ છે. જળનાં જે પણ સ્થાનો છે એ તમામ સ્થળોમાં અત્યાર સુધી માત્ર દરિયા અને નદીઓ જ હતી પરંતુ હવે એણે સરોવરો પર પણ નજર બગાડી છે. એનાં ટેન્ડરો એ મંગાવી રહી છે. તમામ સરોવરો હવે માછલાંઓથી ગંધાઈ રહ્યા છે. હું તો મોતીનો ચારો ચરનાર હંસ છું. માછલાંઓ વચ્ચે શું રહી શકે ? હવે તો જંગલ એ જ ઝિંદાબાદ છે ! કે કામ કરી

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100