________________
‘માનવો પાસે આજે જે કાંઈ પણ છે એમાં તમને સૌથી વધુ ભયંકર ચીજ કોઈ લાગી હોય તો એ શી છે? અને શા માટે ?' માત્ર બે લીટીમાં લખો. એમ.એ.ના કલાસમાં પરીક્ષામાં પુછાયેલ આ પ્રશ્નનો જવાબ સહુએ પોતપોતાની રીતે લખ્યો.
એની આંખો ભયંકર છે. કારણ કે એમાં ઈર્ષાની આગ ભભૂકે છે.' કાગડાએ લખ્યું. ‘એની જીભ ભયંકર છે કારણ કે સંબંધોમાં આગ લગાડવા સિવાય એ બીજું કાંઈ જ કરતી નથી.' ચકલાએ લખ્યું. ‘એના હાથ ભયંકર છે. કારણ કે સતત હિંસામાં જ રોકાયેલા રહે છે, પોપટે લખ્યું ‘એના પગ ભયંકર છે. કારણ કે સતત ગલત સ્થાનો પર જ દોડતા રહે છે.' પતંગિયાએ લખ્યું. ‘એની બુદ્ધિ જ ભયાનક છે કારણ કે યુદ્ધનાં, વ્યભિચારોનાં, વ્યસનોનાં, વિકારનાં અને વિલાસનાં તમામ આયોજનો ત્યાંથી જ પેદા થાય છે.' હંસે લખ્યું. હંસને એના આ જવાબ બદલ યુનિવર્સિટી તરફથી સુવર્ણચન્દ્રક મળ્યો.
પ0