________________
ચકલી કાગડા સાથે ભાગી ગઈ. પોપટે કોયલ સાથે કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા. કબૂતર મેના સાથે બગીચામાં ફરતું પકડાઈ ગયું. સમડીએ મોટી ઉંમરે ગીધ સાથે છિનાળું કર્યું. પંખી જગતમાં સર્જાયેલ આ ધરતીકંપ જેવી હોનારત પાછળનું કારણ શોધવા નિમાયેલા ત્રણ સભ્યોના તપાસપંચે પોતાનો રિપોર્ટ ગરુડરાજ સમક્ષ રજૂ કર્યો. એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આ તમામ યુવા પંખીઓ કેટલાક વખતથી માનવ વસાહતમાં આવીને વસ્યા હતા અને તેઓ રોજ માનવજગતમાં બનતા બનાવોના સમાચારો જે પેપર-મેગેઝીનોમાં છપાતા હતા એ તમામ પેપરો અને મેગેઝીનો તેઓ વાંચતા હતા. એમાંથી પ્રેરણા [?] મેળવીને તેઓએ આ બદમાસી કરી છે. એમને જો એ માર્ગેથી પાછા વાળવા હોય તો એનો એક જ રસ્તો છે, એમને માનવવસાહતથી દૂર છેક જંગલનાં વૃક્ષો પર ગોઠવી દેવા. સહુની ડાગળી ઠેકાણે આવી જશે.
૩૭.