Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 36
________________ 39 ‘આધાત તો મને એ વાતનો લાગ્યો છે કે આવો સહેલો વિચાર તમારા ભેજામાં પેદા જ શી રીતે થયો ? વૃદ્ધ મા-બાપ માટે વૃદ્ધાશ્રમ ? અને એ ય આપણા સંસ્કારી ગણાતા પક્ષીજગતમાં ? માનવજગતને તો માફ કરી શકાય કે એની પાસે ‘કૃતજ્ઞતા’ ગુણની એવી લાંબી કોઈ સમજ જ નથી અને એનાં જ કારણે એ ઠેર ઠેર પોતાનાં ઘરડાં મા-બાપો માટે વૃદ્ધાશ્રમો ખોલી રહી છે. અરે, એ જાત તો એવી કૃતઘ્ન છે કે એને બૈરી નથી ગમતી તો એને એ છૂટાછેડા આપી દે છે અને સ્ત્રીના પેટમાં રહેલ બાળક અને નથી જોઈતું તો પેટમાંથી જ એને એ પરલોકમાં રવાના કરી દે છે. હું તમને જ પૂછું છું. ભૂતકાળનાં હજારો વરસોના આપણા ઇતિહાસમાં એક પણ પક્ષીએ પોતાના પેટમાં રહેલ બાળકનું ખૂન કર્યું છે ખરું ? પોતાની પત્નીને રસ્તે રખડતી કરી દીધી છે ખરી ? પોતાનાં મા-બાપ માટે વૃદ્ધાશ્રમ ખોલ્યા છે ખરા ? જો ના, તો તમને બધાયને એવો સડેલો વિચાર આવ્યો જ શી રીતે ?' ગડરાજના લાલ થઈ રહેલ ચહેરાને જોઈને ત્યાંથી તુર્ત જ કૉલેજીયન કાગડો, રખડેલ પોપટ, નઘરોળ ચકલો, બદમાશ હોલો વગેરે પક્ષીઓ ઊડીને ભાગી ગયા.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100