________________
અચાનક શહેરની મુલાકાતે જઈ ચડેલ હંસ પર એક ખ્યાતનામ પેપરના પત્રકારની નજર પડી ગઈ અને એણે હંસને ઇન્ટર-બૂ આપવાની વિનંતિ કરી. હંસે એ વિનંતિનો સ્વીકાર કર્યો. પત્રકારે પ્રશ્ન પૂછ્યો. શહેર લાગ્યું કેવું ?' સ્મશાન જેવું' શું વાત કરો છો ?' ‘હા. સર્વત્ર અહીં વિવેકના અગ્નિસંસ્કાર થઈ રહ્યા હોય એવું મને દેખાયું. અહીં દરેકના ઘરમાં રહેલ ટી.વી., એ ટી.વી.ના પડદે આવતાં દશ્યો, એ ટી.વી.ની સામે બેસીને ડોળા ફાડી ફાડીને સમસ્ત પરિવારના સભ્યો દ્વારા જોવાઈ રહેલ એ કામુક દશ્યો, પેપરમાં આવતા નગ્ન ફોટાઓ, ગલીએ ગલીએ દીવાલો પર દેખાઈ રહેલ બીભત્સ પોસ્ટરો, કૉલેજના કૅમ્પસમાં ચાલી રહેલ વાસનાના નગ્ન નાચો, ડિસ્કો થેકમાં ચાલી રહેલ વ્યભિચારની રાસલીલાઓ, સાચું કહું? પહેલી વાર મને ખ્યાલ આવ્યો કે વિવેકની આવી જૂર કતલ કરવામાં પશુજગત અને પંખીજગત માનવજગતની સામે ઘણું જ પછાત છે.
उ४