________________
૩૫
કાગડીના શરીર પરના મેક-અપને જોઈને સ્તબ્ધ બની ગયેલા કાગડાએ એને પૂછ્યું, ‘આ તું ક્યાંથી શીખી ?'
‘શહેરની એક કૉલેજીયન યુવતી સાથે મારે બહેનપણાં થઈ ગયા છે.
એણે મને આ શીખવાડ્યું’
વાદળાના ગડગડાટના અવાજને સાંભળતાની સાથે જ ડિસ્કો ડાન્સ કરવા લાગેલા ચકલાને એના પપ્પાએ પૂછ્યું, ‘આ શું ?’ ‘મારા એક કૉલેજીયન યુવક મિત્ર સાથે હું ગઈ કાલે ડિસ્કો થેકમાં ગયેલો. ત્યાં મેં એને આ રીતે નાચતા જોયો અને હું એ નૃત્ય શીખી ગયો. સ્કૂલમાં ભણી રહેલ કોયલના મોઢામાં સિગરેટ જોઈ એના ક્લાસના કબૂતર ટીચરે પૂછ્યું
‘તું સિગરેટ પીતા ક્યાંથી શીખી ગઈ ?' ‘એ તો કૉલેજીયન યુવતીઓ પિકનિક પર ગઈ હતી. ત્યાં એક યુવતીનો મને પરિચય થયો અને એણે મને આ મજા માણતા શીખવાડી દીધું’ અને બીજે જ દિવસે ગરુડરાજના તંત્રીપણાં હેઠળ બહાર પડતા ‘આકાશ સમાચાર'માં આવી ગયું કે જે પણ પંખી શહેરોમાં ચાલતી કૉલેજોના કોઈ પણ યુવક કે યુવતી સાથે પરિચય કેળવશે કે દોસ્તી કરફ એ પંખીનો આકાશમાંથી દેશનિકાલ કરી દેવામાં આવશે.”
૩૫