________________
ગરુડરાજ સાથે આજે ગીધસમાજના આગેવાનોની અગત્યની મિટિંગ હતી. ઔપચારિક વાતો કર્યા પછી ગરુડરાજે એ આગેવાનો સમક્ષ અગત્યનો પ્રસ્તાવ રજૂ કર્યો, ‘પશુજગતને ભલે આપણા પંખીજગત સાથે ખાસ કોઈ નાતો નથી પરંતુ એક બાબતમાં આપણે અને એ સહુ સમાન છીએ. આપણે અબોલ છીએ તો એ સહુ પણ અબોલ છે. એમની કઠિનાઈ આપણા કરતા વધુ એ છે કે તેઓ આપણી જેમ ઊડી શકતા નથી અને એના જ કારણે માણસો દ્વારા તેઓ જલદી પકડાઈ જાય છે. મારી તમને સહુને એક વિનંતિ છે કે હૂંડિયામણ મેળવવાના હડકવામાં હજારો-લાખો પશુઓને મોતને ઘાટ ઉતારવા માણસજાતે જે કતલખાનાંઓ ખોલ્યા છે, કમસે કમ તમારા સમાજે એ કતલખાનાંઓ પર ઊડવાનું તો બંધ કરી દેવું જ જોઈએ. પેટ ભરવા માટે તમારી પાસે બીજા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. માણસજાત દ્વારા આચરાતી ક્રૂરતામાંથી લાભ ઉઠાવવાનું તમે બંધ ન કરી શકો ?' આટલું બોલતા બોલતા ગરુડરાજનું ગળું રુંધાઈ ગયું.
૪૬