________________
૪૫
પોપટ અને કબૂતર,
બંનેનાં મુખ પર ગહરી ચિંતા હતી. પોપટ કબૂતરને કહી રહ્યો હતો. 'શું કરશું આ માનવજાતનું ? આપણા સમસ્ત પંખીજગતનું એક માત્ર આશ્રયસ્થાન છે વૃક્ષો
અને આ માનવજાત દેશના વિકાસના નામે લાખો વૃક્ષોનો ખાત્મો રોજ બોલાવી રહી છે. એને રસ્તાઓ પહોળા કરવા છે.
એ રસ્તાઓ પર એ ગાડીઓ અને ટ્રકો,
સ્કૂટરો અને સાઇકલો દોડાવવા માગે છે. પોતાના વ્યભિચારોને પોષવા એ વૉટરપાર્કો-રિસોર્ટો અને હવાખાવાનાં સ્થળોની મુલાકાતો લેવા માગે છે અને
એ માટે એને હાઈ-વે વધુ અનુકૂળ પડે છે.
અને હાઈ બનાવતા રહેવા માટે
એ લાખો વૃક્ષોની છાશવારે ને છાશવારે કત્લેઆમ કરતી રહે છે.
કોણ સમજાવે એ માલસજાતને કે
એક બંગલો તૂટે છે ત્યારે તમારું એક કુટુંબ જ
બે-ઘર થાય છે પણ એક વૃક્ષ તૂટે છે ત્યારે તો પંખીઓનાં કેટલાંય કુટુંબો બે-ઘર થઈ જાય છે ! જો આમ જ વૃક્ષો કપાતાં રહેશે તો આપણા સહુના અસ્તિત્વનું થશે શું ?
આપણે ઉપવાસ પર ઊતરી જઈએ તો કેમ ?
૪૫