________________
આકાશમાંથી હકાલપી કરવામાં આવી છે” કલ્લુ કાગડાની,
એકલા એકલા ખાવાનું શરૂ કરવા બદલ. બલ્લુ પોપટની,
વિષ્ટા પર બેસવાનું ચાલુ કરવા બદલ. ચીંકી કોયલની,
રખડુ ચકલા સાથે મોડી રાત સુધી ફરવા બદલ. કીડી કાબરની.
શહેરની કૉલેજમાં ભણવા જવાની જિદ્દ કરવા બદલ. મધમાખીની,
ભૂંડની પીઠ પર સવારી કરવાનું ચાલુ કરવા બદલ.
નટુ તેતરની,
અપશબ્દો બોલવાનું શરૂ કરવા બદલ. ચીમન ગીધની,
બિયર બારમાં જઈને દારૂ પી લેવા બદલ.
આ તમામ પંખીઓને આકાશમાંથી
દૂર ચાલ્યા જવાનો ઑર્ડર ગડરાજે કરી દીધો તો છે
પરંતુ એ સહુએ ગરુડરાજ પાસે
દયાની અરજી કરતા હાલ પૂરતો એ ઑર્ડરનો અમલ થોડાક સમય પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. આમ છતાં તમામ પંખીઓને
ચેતવણી આપવામાં આવે છે કે આમાંના એક પણ પંખી સાથે કોઈએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાનો નથી.' આકાશ સમાચાર તા. ૫૫ ૨૦૦૫
૪૩