Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 42
________________ ‘કોયલ” એની પાસે કંઠ સરસ, કબૂતર' એની પાસે હૈયું સરસ. ‘કાકાકૌઆ’ એની પાસે રૂપ સરસ. કાબર’ એની પાસ પાંખ સરસ. આ ચારેયને સાથે ને સાથે જ ફરતા જોઈને કાગડાના મનમાં વિચાર આવ્યો કે કોયલ, કબૂતર, કાકાકૌઆ અને કાબર આ ચારે ય જો ‘ક’ રાશિના કારણે દોસ્ત બની ગયા હોય તો મારી રાશિ પણ ‘ક’ જ છે ને? મને એ લોકો પોતાની દોસ્તીમાં સામેલ કેમ ન કરે ?' આ વિચાર કાગડાએ એ ચારે ય વચ્ચે રજૂ કર્યો. અને કોયલે એ સહુ વતી જવાબ આપી દીધો કે ‘કાગડાભાઈ ! એમ તો ગજરાજ અને ગર્દભરાજની રાશિ પણ સમાન જ હોય છે ને? અને છતાં એ બંને વચ્ચે દોસ્તી જો શક્ય નથી બનતી તો એ જ ન્યાય તમારે અહીં સમજી લેવાનો છે. અમારા ચારેયની દોસ્તીના કેન્દ્રમાં ‘રાશિ’ સમાન છે એ નથી ‘રૂચિ' સમ્યક્ છે એ છે ! તમે એના સ્વામી બનીને આવો. તમારી દોસ્તી કબૂલ છે. ૪૨ T

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100