Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 41
________________ ‘મોબાઇલ' અને એ ય કાબરના માળામાં? ‘બ્રાઉન-સ્યુગર’ અને એ ય કાગડાની ચાંચમાં? ‘બ્લ્યુ ફિલ્મની કેસેટ અને એ ય ચકલીના ઘરમાં? ગંદુ સાહિત્ય” અને એ ય પોપટના હાથમાં? ગુપ્તચર વિભાગના વડા કલ્લુ ગીધે જ્યારે આ રિપોર્ટ ગરુડરાજ પાસે રજૂ કર્યો ત્યારે ગરુડરાજની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ‘આ દૂષણ આપણા રાજમાં ? કારણ શું છે?' ‘એક જ કારણ છે. પંખીઓને શિક્ષિત બનાવવા આપણે વડલાના વૃક્ષ પર જ કૉલેજ શરૂ કરી છે. એ કૉલેજમાં આવા બધા ગોરખધંધા સિવાય બીજું કાંઈ જ ચાલતું નથી. સાચે જ આપણે જો આપણા પ્રજાજનનાં બાળકોના સંસ્કારો સુરક્ષિત કરી દેવા માગીએ છીએ તો ગુંડાઓ અને વ્યભિચારીઓની આખી જમાતને પેદા કરતી આ કૉલેજ આજે ને આજે જ બંધ કરી દેવાની જરૂર છે. મગજ ખાલી રહે એ ચાલે પણ એમાં વિષ્ટા તો શું ભરાય ?'

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100