________________
કોયલના સંગીતના જલસામાં એકઠી થયેલ ચિક્કાર પબ્લિકને જોઈને કાગડાના મનમાં
એક વિચાર આવી ગયો. ‘રૂપ તો મારું ય કોયલ જેવું જ છે તો પછી કોયલની સાથે હું પણ સહુને મારું સંગીત કેમ ન સંભળાવું?' આ તો કાગડાભાઈ ! આગળ-પાછળના પરિણામનો વિચાર કરે એ બીજા ! વૃક્ષની જે ડાળી પર એ બેઠો હતો ત્યાંથી સીધો ઊડીને એ કોયલની બાજુમાં આવીને બેસી ગયો અને કોઈની ય રજા લીધા વિના એણે પોતાનું ગળું ખુલ્લું મુકી દીધું. ગુસ્સે થયેલ પબ્લિકે પથ્થરબાજી શરૂ કરી. કાગડાની સાથે કોયલને ય ઊડી જવું પડ્યું. બંને એક વૃક્ષની ડાળી પર જઈને બેઠા. અત્યંત ગુસ્સામાં રહેલા કાગડાએ કોયલને કહ્યું, ‘જુઓ કોયલબહેન, ખોટું ન લગાડશો પણ એક વાત નિશ્ચિત છે કે આ દેશના લોકો પક્ષપાતી છે, કળાની એમને કોઈ કદર નથી. આ કડવા અનુભવ પછી મેં તો મનમાં ગાંઠ લગાવી દીધી છે કે સંગીતનો પ્રોગ્રામ હવે આપવો હોય તો પરદેશમાં જ આપવો. કમ સે કમ આપણું ગૌરવ તો જળવાઈ રહે !”
૩૧