________________
‘કેમ શા સમાચાર છે ગરુડરાજ !' કાગડાએ તળાવની પાળે બેઠેલા ગરુડ પાસે આવીને પૂછ્યું, આજે તો કમાલ થઈ ગઈ” કેમ શું થયું ?' ‘જંગલના રાજા સિંહે આપઘાત કર્યો કોણે કહ્યું?' કોણે શું કહ્યું? હું પોતે જંગલ પરથી ઊડીને આગળ જઈ રહ્યો હતો અને ત્યાં મારા કાને પશુઓના કોલાહલનો અવાજ આવ્યો. મેં નીચે નજર નાખી તો સિંહની ગુફા આગળ એકઠા થયેલા વાઘ-વરગાય-ગધેડો-થોડો-પાડો-બળદ વગેરે દેખાયા. સહુ રડી રહ્યા હતા. કૂતુહલવશ હું નીચે આવીને એક વૃક્ષની ડાળ પર બેસી ગયો. અને એ જ વખતે વાઘે સહુ પશુઓને શાંત કરીને જણાવ્યું કે ‘આપણાં પ્રાણપ્યારા રાજાએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે” ‘પણ કારણ કાંઈ ?' ‘એમની ગુફામાંથી એમના હસ્તાક્ષરવાળી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં લખ્યું છે કે તમે માણસ જેવા છો’ આવી ગાળ મને શિયાળે આપતાં એ આઘાત જીરવી ન શકવાના કારણે હું જીવન ટૂંકાવી રહ્યો છું.