________________
玩家
૨૮
બપોરના સમયે.
એક મકાનની અગાસીમાં ખુરશી પર
પ્રસન્નચિત્તે બેઠેલા કૂકડાને જોઈને
આકાશમાં ઊડી રહેલ કબૂતર તુર્ત
નીચે આવી ગયું.
‘કૂકડાભાઈ, એક પ્રશ્નનો જવાબ આપશો ?'
પૂછો’
‘રોજ સવારના સૂર્ય ઊગે છે અને
તમે માણસને જગાડી દેવા ‘કૂકડે કૂક’ અવાજ
કરો જ છો અને છતાં માણસ પથારીમાં જ
પડ્યો રહે છે. માણસની આ નઘરોળતા જોઈને તમને એના પર તિરસ્કાર જાગતો નથી ?' ‘તિરસ્કાર તો શું જાગે પણ
એની દયા આવે છે.
કારણ કે એ મારા જ અવાજને ઘોળીને
પી રહ્યો છે એવું થોડું છે? પરમાત્માનાં વચનો
ગુરુદેવના મુખે એને સાંભળવા મળી રહ્યા છે
- તો ય એ જાગતો નથી.
પોતાનાં ઉપકારી માતા-પિતાનાં હિતકારી વચનોને પણ એ ઘોળીને પી રહ્યો છે.
આવા નઘરોળ અને કૃતઘ્ની માણસ પ્રત્યે
તિરસ્કાર શું કરું ? પ્રભુ અને સત્બુદ્ધિ આપે !