________________
૨૪
‘છેલ્લા એક મહિનાથી હું જંગલમાં ફરી રહ્યો છું. મને ક્યાંય કોઈનું ય મડદું જોવા મળ્યું નથી. તો શું તમારા જંગલમાં કોઈ પશુ-પંખી મરતા જ નથી ?' શહેરમાંથી આવેલા નગરપાલિકાના પ્રમુખે જંગલના રાજા સિંહને પૂછ્યું.
જન્મ જેનો થાય
એનું મરણ તો થાય જ ને ?
બસ, એ જ ન્યાયે અમારે ત્યાંય પશુ-પંખીઓ મરે તો છે જ પરંતુ
સમસ્ત જંગલના પર્યાવરણને સ્વચ્છ રાખવાની
જવાબદારી અમારે ત્યાં ગીધના સમસ્ત સમાજે લઈ લીધી છે.
કોઈ પશુ-પંખી મર્યું નથી અને
કોક ગીધે આવીને એનો નિકાલ કર્યો નથી.
દુઃખ તો મને એ વાતનું થાય છે કે તમે તમારી જાતને ભલે ડાહી અને સુધરેલી માનતા હો પણ તમારા શહેરમાં કેટલાય માણસોની લાશો કેટલાય કલાકો અને દિવસો
સુધી એમ ને એમ પડી રહેતી હોય છે.
એ લાશો કહોવાઈ જાય છે અને પર્યાવરણ દૂષિત થતું જાય છે.
તમારા સમાજમાં કોઈ ગીધકાર્ય કરે એવો સમાજ નથી ?’
૨૪