Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 23
________________ પરમાત્માનાં દર્શન કરવા જઈ રહેલ એક માખીની નજર અચાનક એક પુલ પરથી પસાર થઈ રહેલ હાથી પર પડી. એણે વિચાર્યું, ‘આમે ય હું ખૂબ થાકી ગઈ છું તો લાવ ને હાથી પર બેસીને જ પુલ પસાર કરી દઉં !' હાથી પર એ બેસી ગઈ અને હાથીના ચાલવાથી એ પુલ કે જે લાકડાનો હતો – ખૂબ હલવા લાગ્યો. પુલ પસાર થઈ ગયા બાદ માખીએ ઊડતા પહેલાં હાથીને કહ્યું, ‘હાથીભાઈ ! આપણે બંનેએ પુલ કેવો હલાવી નાખ્યો ?' એ જ વખતે ત્યાંથી પસાર થઈ રહેલ એક માણસ માખીની આ વાત સાંભળી ગયો. એણે માખીને કહ્યું, ‘માખી ! તારી આ નાદાનિયત ! પુલ હાથીથી હલ્યો કે તમારા બંનેથી ?' ‘મેં કમસે કમ - યશ આપવામાં હાથીને ય મારી સાથે તો રાખ્યો ! તું તો એવો કૃતજ્ઞ છે કે સફળતાના હર ક્ષેત્રમાં નથી તો પરમાત્માને સાથે રાખતો કે નથી તો પુણ્યને સાથે રાખતો ! તારા જેવા કૃતનીનો તો પડછાયો પણ ખોટો !' એટલું બોલીને માખી ઊડી ગઈ ! ર૩

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100