________________
૨૨
એક બાબતમાં આપણે સહુએ મક્કમ થઈ જવાની જરૂર છે કે દિવસ દરમ્યાન છે આપણામાંના કોકે માણસને ત્યાં રહેવું પડે તો રહી જવું પરંતુ રાત થતા પહેલાં તો સહુએ માણસને ત્યાંથી બહાર નીકળી જ જવું' હંસ પોતાને ત્યાં ભેગા થયેલા
સહુ પંખીઓને કહી રહ્યો હતો.
‘કારણ કાંઈ ?’ ચકલાએ પ્રશ્ન પૂછ્યો, ‘જવાબ આપો.
તમારામાંના કોઈ સાંજના સૂર્યાસ્ત પછી ય ઘરની બહાર રખડે છે ખરું ?’
‘ના’
‘સૂર્યાસ્ત પછી ય કોઈ ખેતરમાં કે બીજે ક્યાંય ખાવા જાય છે ખરું ?’
‘બસ, આ જ કારણસર માણસને ત્યાં આપણામાંના કોઈએ પણ રાત રહેવા જેવું નથી.
માણસ રાત પડી ગયા પછી ઘરની બહાર
રખડવા પણ નીકળી જાય છે અને લારી-ગલ્લા
પર ઊભો રહીને પોતાના પેટમાં ગમે તેવા ધરાઓ
હાલવતો પણ જાય છે.
આપણે એ દૂષણથી બચતા રહેવું હોય તો
કમસે કમ રાતના તો એનાથી દૂર ભાગી જ જવું.'
૨૨