________________
‘લગ્ન સંબંધી’ ત્રણ ઉકરડા પર અને ચાર વૃક્ષ પર જેની માલિકી છે એવા કનુ કાગડા [વિધુર]ને ઘરકામ કરી શકે, પોતાનાં વૃદ્ધ મા-બાપને સાચવી શકે એવી એક રૂપવતી કન્યાની જરૂર છે. જ્ઞાતિબાધ નથી. ઉંમરબાધ નથી. જાહેરાતનો હેતુ યોગ્ય પસંદગી. તા.ક. પંખી જગતમાં આવી જાહેરાત એકવીસમી સદીનું એક ક્રાન્તિકારી પગલું હોવાના કારણે અમે સહુ કૉલેજીયન કબૂતરો-કાગડાઓ અને પોપટોએ કનુ કાગડાનું જાહેરમાં અભિવાદન કરવાનું આયોજન નક્કી કર્યું છે. તમામ પંખીઓને એ પ્રસંગે પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. અને હા, અન્ય વિધુર કે વિધવાઓને કનુ કાગડાના રસ્તે જવું હોય તો એ સહુને સહયોગ આપવાનો અમો સહુએ દઢ નિર્ધાર કર્યો છે.