________________
છે,
ધ્રુસકે ધ્રુસકે રડી રહેલ કાગડીને જોઈને કાગડો સ્તબ્ધ થઈ ગયો. ‘પણ તને થયું છે શું, એ તો કહે.” ‘હું આજે બપોરના ચાંચમાં રોટલી લઈને આપણાં ઘર તરફ આવતી હતી. થોડોક થાક લાગતા વચ્ચે આવેલ એક હૉસ્પિટલની બારી પર બેઠી. અને હૉસ્પિટલના કમરાની અંદરનું જે દશ્ય જોયું એ જોઈને હું ચીસ પાડી ઊઠી” ‘શું જોયું તે?' ‘એક ગર્ભવતી યુવતી ડૉક્ટર પાસે આવી અને એણે ડૉક્ટરને વિનંતિ કરી કે મારા પેટમાં રહેલ બાળકને મારે મારી નાખવું છે. તમે એ કામ કરી આપો” ‘શું વાત કરે છે?'
અરે, એ ઑપરેશન ટેબલ પર ડૉક્ટરના કહેવાથી સૂઈ ગઈ અને ડૉક્ટરે ગણતરીની પળોમાં એના પેટમાં રહેલ બાળકના ટુકડેટુકડા કરી નાખ્યા. એક મા ડાકણ બની શકે એ હું માની જ નહોતી શકતી પણ મેં મારી સગી આંખે એ જોયું. મારી આંખ સામે અત્યારે ય એ માનવબાળના થઈ ગયેલા ટુકડાઓ તરવર્યા કરે છે. ઓહ ! યુવતી ! તું આટલી બધી ક્રૂર? નીચ? હલકટ ?
૧૮