________________
પોતાનાં બાળકો સાથે લાડ અને પ્યાર કરતી માળામાં બેઠેલી ચકલી ચકલાને વાત કરી રહી હતી. ‘કમાલ છે આ માણસ જાત ! આપણા સમસ્ત પંખી જગતમાં પંખીઓ ચણ લેવા પૂરતા માળામાંથી બહાર નીકળે છે અને ચણ મળી જતાવેંત પુનઃ માળામાં આવીને પોતાના પરિવાર સાથે સમય પસાર કરે છે. જ્યારે આ માણસજાત ? એ માત્ર ચણ લેવા પૂરતી જ અર્થાત ખાવા પૂરતી જ ઘરમાં આવે છે અને બાકીનો આખો સમય એ ઘરની બહાર જ ભટક્યા કરે છે ! આપણામાં આજ સુધી કોઈ દંપતીએ છૂટાછેડા લીધા નથી અને માણસજાતમાં છૂટાછેડાનું પ્રમાણ આજની તારીખે બેસુમાર વધી ગયું છે એની પાછળ શું આવું જ કોક કારણ હશે? ભગવાન જાણે !'
119