________________
૧૯
‘તને રહેવા માટે સુવર્ણનું સરસ પિંજરું મળ્યું છે.
બેસવા માટે હીંચકો મળ્યો છે.
ખાવા માટે લાલ મરચાં અને
જમરુખ તારી સામે જ પડયા છે.
ઠંડું પાણી પણ તને જોઈએ ત્યારે મળી રહે છે અને છતાં
તારી આંખમાં આંસુ કેમ ?’
‘પિંજરામાં પુરાયેલ પોપટને એના માલિક
શેઠે પ્રશ્ન પૂછ્યો.
‘એક જ કારણ.
મને આકાશ દેખાઈ ગયું છે.
અહીં પિંજરમાં
સલામતી છે, સગવડો છે પણ સ્વતંત્રતા તો આકાશમાં જ છે ને ?
શેઠ ! સાચે જ તમે મને જો
પ્રસન્ન જોવા માગો છો તો અત્યારે ને અત્યારે જ
આ પિંજરમાંથી મને મુક્ત કરીને
આકાશમાં ઊડી જવા દો.
અને સાચું કહું તો
શેઠ, તમે પોતે ય સુખ-સગવડવાળા આ સંસારના પિંજરમાંથી મુક્ત થઈને સ્વતંત્રતાનો અનુભવ કરાવતા ધર્મના ગગનમાં ઊડવા લાગો. વન તમારું સાર્થક બની જશે.'
૧૯