Book Title: Pankhini pankhe vivekni Aankhe Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 9
________________ ભ્રમરી પોતાના નાના બાળકને જીવન ઘડતરના પાઠ આપતા કહી રહી હતી કે ‘જો બેટા ! એક બાબતનું ખાસ ધ્યાન રાખજે. પુષ્પ ચાહે મોગરાનું હોય કે ગુલાબનું હોય, જાસુદનું હોય કે કમળનું હોય, એમાંથી રસ ચૂસવાની મારી તને મનાઈ નથી પણ એ રસ ચૂસવા જતાં કોઈ પણ ફૂલને અલ્પ પણ ત્રાસ ન થાય એની ખાસ તકેદારી રાખજે. ટૂંકમાં, ‘પીડા વિના પ્રાપ્તિ’ એ આપણા કુળની આગવી પરંપરા છે. એ પરંપરા સાચવી રાખવાની કપરી જવાબદારી કોઈ પણ સંયોગમાં તારે નિભાવી જ રાખવાની છે. અત્યારથી આ બાબતમાં હું તને એટલા માટે ચેતવી રહી છું કે તારું જીવન તારે શહેરમાં ગુજારવાનું છે. એ શહેરમાં જે માણસજાત રહે છે એણે પોતાનો જીવનમંત્ર આ જ રાખ્યો છે કે ‘પ્રાપ્તિ માટે સામાને પીડા આપવી પડે તેમ હોય તો આપતા રહો પણ પ્રાપ્તિ તો કરીને જ રહો !' ખેર, એ ય બિચારા શું કરે ? આખરે એમને વારસામાં સંસ્કાર જ એવા મળ્યા હોય ત્યાં !” i re 2 ( ))Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 100