________________
‘સુખની પાછળ, સંપત્તિની પાછળ, સામગ્રીની પાછળ પાગલ બનીને દોડતો રહેતો તું, આજે સંતોષી બનીને શાંતિથી જીવન પસાર કરી રહ્યો છે. શી વાત છે ?” જંગલમાં પહોંચી ગયેલા ૨૫ વરસના એક યુવકને વરસોથી પરિચિત એના પાળેલા કૂતરાએ પ્રશ્ન પૂછ્યો. ‘આમ તો હું હજીય એ જ રીતે દોડતો હોત પણ એક વાર મેં એક બાળકને પતંગિયા પાછળ દોડતું જોયું. પતંગિયું એના હાથમાં આવ્યું જ નહીં પરંતુ બાળક જેવું શાંતિથી ઊભું રહી ગયું, પતંગિયું એના ખભા પર બેસી ગયું! મેં પતંગિયાને આનું રહસ્ય પૂછ્યું. એણે મને જવાબ આપ્યો ‘આ મારો સ્વભાવ છે. મારી પાછળ જે દોડે છે એના હાથમાં હું આવતું નથી, જે શાંત થઈ જાય છે, એની પાસે ગયા વિના હું રહેતું નથી. પતંગિયાના આ સંદેશને ઝીલી લઈને મેં સંપત્તિ પાછળની દોટ સ્થગિત કરી દીધી છે.