________________
૧૨
૨૪ વરસના એક યુવકને
વેશ્યાલયના પગથિયેથી સિંહ ઘસડીને જંગલમાં લઈ આવ્યો.
એ યુવક ભયથી કાંપી રહ્યો હતો.
પોતાને છોડી મૂકવા હાથ જોડીને સિંહ પાસે એ કાકલૂદીભર્યા સ્વરે વિનંતિ કરી રહ્યો હતો, પણ સિંહ એમ ને એમ એને છોડી મૂકવા તૈયાર નહોતો.
આકાશમાં ઊડી રહેલા ચાતક પક્ષીને એણે હાક મારીને નીચે બોલાવ્યું.
જ્યાં ચાતક પક્ષી નીચે આવ્યું ત્યાં એની સામે આંગળી કરીને સિંહે પેલા યુવકને કહ્યું, જોઈ લે આ ચાતક પછીને
ગમે તેટલું તે તરસ્યું થાય છે પણ
વાદળમાંથી વરસત્તા પાછી સિવાય બીજા કોઈ પણ પ્રકારના પાણીથી એ પોતાની તરસ છિપાવવા તૈયાર થતું નથી.
તું માણસ થઈને આ ચાતક પક્ષીથી ય ગયો ? ભોગસુખની આ ઉંમરે લાગેલ તરસને છિપાવવા તું વ્યભિચારની પરબે પહોંચી ગયો? અત્યારે તો તને છોડી દઉં છું પણ હવે પછી ક્યારેય એ પરબે જો તને જોયો છે તો તને જીવતો નહીં છોડું !'
૧૨