Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ પ્રમાદના નુકસાનો અને અપ્રમાદના લાભો શાંત ચિત્ત હોય છે. તે વખતે ધર્મના જે મનોરથો કરવામાં આવે છે તે લગભગ અક્ષય થાય છે. ત્યારે જ્ઞાન સહેલાઈથી ચઢે છે અને સ્થિર થાય છે. પ્રમાદના નુકસાનો અને અપ્રમાદના લાભો ધર્મી આત્મા જાગતા સારા, અધર્મી આત્મા સૂતા સારા. હે મનુષ્યો ! તમે હંમેશા જાગતા રહો. જાગતા માણસની બુદ્ધિ વધે છે. જે સૂવે છે તે ધન્ય નથી. જે જાગે છે તે હંમેશા ધન્ય છે. ઘણું સૂનારાના કાર્યો સિદાય છે. તેથી જાગતા માણસો પૂર્વના કર્મને ખપાવે છે. સૂનારાનું શ્રુતજ્ઞાન સૂઈ જાય છે. પ્રમાદીનું શ્રુતજ્ઞાન શંકાવાળું અને અવનાવાળું બને છે. અપ્રમાદીનું શ્રુતજ્ઞાન ચિરપરિચિત એટલે કે દઢ અને શંકા વિનાનું થાય છે. અજગરની જેમ આખો દિવસ સૂઈ રહેનાર કે પડી રહેનાર અમૃત જેવા શ્રુતજ્ઞાનનો નાશ કરે છે. શ્રુતજ્ઞાનનો નાશ થતા તે જડ બળદ જેવો બની જાય છે. શ્રુતકેવળીઓ એટલે કે ચૌદપૂર્વીઓ કે જેઓ શ્રુતજ્ઞાનના બળથી કેવળજ્ઞાનની જેમ ત્રણ ભુવનને જાણે છે. તેઓ પણ નિદ્રા પ્રમાદના કારણે પતિત થઈ અનંત ભવ સુધી સંસારમાં રખડે છે. પ્રભાતે સ્વાધ્યાય એવી રીતે કરવો કે જેથી ગિરોળી કાગડા વગેરે દુષ્ટ પ્રાણીઓ તથા ઘાંચી, કુંભાર વગેરે પાપ કરનારાઓ અવાજથી જાગી ન જાય. જો પ્રભાતે મોટા અવાજે સ્વાધ્યાય કરે તો તે અવાજથી જાગી ગયેલા જીવો જે વિરાધના કરે તેમાં તે સ્વાધ્યાય કરનાર નિમિત્ત બનવાથી તેને પણ દોષ લાગે. સવારે મોટેથી બોલવાથી ઊઠી ગયેલા ગૃહસ્થો દીવા વગેરેનો પ્રકાશ કરે, અગ્નિ પ્રગટાવે, કુકર્મ કરનારા કુકર્મ કરે, ચોર-માળી-વેશ્યા-યંત્ર ચલાવનારા વગેરે જાગી જાય અને પાપો