Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ એષણાના 10 દોષો (12) વિદ્યાદોષ - વિદ્યાનો પ્રયોગ કરીને ભિક્ષા મેળવવી. દેવીથી અધિષ્ઠિત અક્ષરોની વિશેષ પ્રકારની રચના તે વિદ્યા. તેને જાપ, હોમ વગેરેથી સાધવી પડે. (13) મંત્રદોષ - મંત્રનો પ્રયોગ કરીને ભિક્ષા મેળવવી. દેવથી અધિષ્ઠિત અક્ષરોની વિશેષ પ્રકારની રચના તે મંત્ર. તેને સાધવો ન પડે. (14) ચૂર્ણદોષ - ચૂર્ણનો પ્રયોગ કરીને ભિક્ષા મેળવવી. ચૂર્ણ આંજણ વગેરે રૂપ હોય છે. તેનાથી અદશ્ય થવાય છે, વશીકરણ વગેરે થાય છે. (15) યોગદોષ - યોગના પ્રયોગથી ભિક્ષા મેળવવી. યોગ એટલે સૌભાગ્ય વગેરે માટે કરાયેલો ચંદન, ધૂપ, પગનો લેપ વગેરે દ્રવ્યોનો સંયોગ. (16) મૂલકર્મદોષ - ગર્ભને થંભાવીને, ગર્ભને ઉત્પન્ન કરાવીને ભિક્ષા મેળવવી. આ ભયંકર દોષ છે. આ દોષનું સેવન થાય તો ફરી દીક્ષા લેવી પડે. એષણાના 10 દોષો - આ દોષો ગૃહસ્થ અને સાધુ બન્નેના કારણે લાગે છે. શંકિત અને અપરિણત દોષો સાધુના કારણે લાગે છે. બાકીના દોષો ગૃહસ્થના કારણે લાગે છે. (1) શંકિત - આધાકર્મ વગેરે દોષોની શંકા કરીને ભિક્ષા વહોરવી. (2) પ્રક્ષિત - સચિત્ત કે અચિત્ત અકથ્ય દ્રવ્યથી ખરડાયેલ આહાર વહોરવો. (3) નિક્ષિપ્ત - સચિત્ત વગેરે ઉપર મૂકેલ વસ્તુ વહોરવી. (4) પિહિત - સચિત્ત વગેરેથી ઢાંકેલ વસ્તુ વહોરવી. અહીં ચાર ભાંગા છે - (1) સચિત્તથી સચિત્ત ઢાંકેલ હોય. (2) અચિત્તથી સચિત્ત ઢાંકેલ હોય. (3) સચિત્તથી અચિત્ત ઢાંકેલ હોય. (4) અચિત્તથી