Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ ગ્રાસેષણાના પાંચ દોષો દ્રવ્યથી ઇંડુ - આંખ, કપાળ વગેરેને વિકૃત કર્યા વિના જેટલો આહાર એક સાથે મુખમાં જાય છે, અથવા કુકડીનું ઈંડુ. ભાવથી કુકડી - જેટલા આહારથી પેટ ખાલી પણ ન રહે અને વધુ પણ ન થાય અને જ્ઞાન વગેરેની વૃદ્ધિ થાય તેટલો આહાર. ભાવથી ઇંડુ - ભાવકુકડીનો ૩૨મો ભાગ. પેટના છ ભાગ કરવા - વ્યંજન સહિત આહારના ત્રણ ભાગ, પ્રવાહીના બે ભાગ, વાયુના હલન-ચલન માટે એક ભાગ. વિવિગૃહીત અને વિધિમુક્ત ભાંગો ભગવાને અનુમતિ આપેલ છે. શેષ ભાંગા અનુમતિ અપાયેલા નથી. શેષ ભાંગાથી ગ્રહણ કરે કે આપે તો પ્રાયશ્ચિત્ત આવે. વિદલ વાપર્યા પછી પાત્રો અને મોઢું ધોઈને બીજા પાત્રામાં ગોરસ વાપરવું. દૂધ, દહીં, છાશ વગેરેમાં મગ વગેરે વિદલ ભેગા થવા પર તેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થાય. ત્રણ દિવસના દહીંમાં, ચલિતરસવાળા અન્નમાં, કોહવાયેલા અન્નમાં ત્રસજીવો ઉત્પન્ન થઈ જાય છે. અનંતા જીવો એવા છે જે ત્રસપણું પામ્યા નથી. અનંતાનંત જીવો નિગોદવાસને અનુભવે છે. (3) અંગાર - આહાર કે દાતાની પ્રશંસા કરતાં કરતાં વાપરવું તે. જેમ અંગારો કપડાને બાળે તેમ આ દોષ ચારિત્રને બાળે છે. (4) ધૂમ - આહાર કે દાતાની નિંદા કરતાં કરતાં વાપરવું તે. જેમ ધૂમાળો કપડાને બગાડે તેમ આ દોષ ચારિત્રને બગાડે છે. (5) કારણ - છ કારણ વિના આહાર વાપરવો તે. છ કારણો આ પ્રમાણે છે - (1) વેદના - ભૂખની વેદનાને શમાવવા વાપરવું, કેમકે ભૂખ સમાન વેદના નથી. (ii) વૈયાવચ્ચ - આચાર્ય વગેરેની વૈયાવચ્ચ કરવા માટે વાપરવું, કેમકે