Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ સાધ્વીઓની 25 પ્રકારની ઉપાધિ 85 કમરવાળાને લાંબો હોય છે. તે મલ્લના કછોટા જેવો હોય છે. તે અવગ્રહાનંતકને ઢાંકે છે. તે એક હોય છે. (17) અરુક - તે અડધા સાથળને ઢાંકે. બન્ને સાથળની વચ્ચે સીવેલ હોય. અન્ધક, અવગ્રહાનંતક અને પટ્ટ કેડના ભાગને ઢાંકે છે. (18) ચલનિકા - તે ઢીંચણ સુધીની હોય છે. તે સીવ્યા વિનાની હોય છે. તે વાંસ પર નાચનારી નર્તકીના પહેરવાના વસ્ત્ર જેવી હોય છે. (19) અત્યંતરનિવસની - તે અડધી જંઘા (ઢીંચણ અને ઘુંટીની વચ્ચેનો ભાગ) સુધીની હોય છે. તે ખૂબ પાતળી હોય છે. (20) બાહ્યનિવસની - તે કેડથી પગની ઘુંટી સુધીની હોય છે. તે કેડે દોરાથી બાંધેલી હોય છે. (15) થી (20) આ છ પ્રકારની ઉપધિ નાભિની નીચેની છે. (21) કંચુક - તે સ્તનને ઢાંકે છે. તે ઢીલો અને સીવ્યા વિનાનો હોય છે. (22) ઉત્કક્ષિકા - તે કંચુક જેવી હોય છે, પણ જમણી બાજુ હોય છે. (23) વૈકક્ષિકા - તે કંચુક અને ઉત્કક્ષિકાને ઢાંકે છે. તે પટ્ટની જેમ લાંબી હોય છે. (24) સંઘાટી - તે કોમળ હોય છે. તે ચાર હોય છે - સંઘાટીની સંખ્યા માપ | ઉપયોગ 2 હાથ ઉપાશ્રયમાં પહેરાય. 3 હાથ ગોચરી લેવા જાય ત્યારે પહેરાય. 3 હાથ સ્પંડિલભૂમિએ જાય ત્યારે પહેરાય. સમવસરણમાં (વ્યાખ્યાન વગેરેમાં) જાય ત્યારે પહેરાય. તે સંપૂર્ણ શરીર ઢાંકે. (25) સ્કંધકરણી - તે ચાર હાથ પહોળી હોય છે. પવનથી વસ્ત્રો ઊડે જ 4 હાથ.