Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 103 દિનચર્યાના આચરણનું ફળ યોગ્ય સમયે ઊઠીને તે ફરી દિનચર્યા કરે. દિનચર્યાના આચરણનું ફળ આ પ્રમાણે પૂર્વે કહેલી દિનચર્યાની સામાચારીને નિર્મળ રીતે કરનારો, ધર્મના ઘણા મનોરથોથી ઉલ્લસિત ચિત્તવાળો, પોતાને સંસારસમુદ્રથી તરેલો માનતો સાધુ મોક્ષસુખને પામે છે. ગ્રંથકારનો ઉપસંહાર - શ્રીકાલિકસૂરિજી મહારાજની પરંપરામાં થયેલા શ્રીભાવદેવસૂરિજી મહારાજે અલ્પબુદ્ધિવાળા સાધુઓ માટે આ દિનચર્યાનું સંકલન કર્યું. શ્રીયતિદિનચર્યાનો પદાર્થસંગ્રહ સમાપ્ત આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞા-વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ દઉં છું.