Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 94 કાલગ્રહણ લેનાર સાધુના ગુણો (20) પછી “ઇચ્છામો અણુસર્ફિ કહે. તેનો અર્થ - “પ્રતિક્રમણ કરવું જોઈએ એવી ગુર્વાજ્ઞાને અમે ઇચ્છિએ છીએ અને અમે એ આજ્ઞા પાળી છે. (21) પછી “નમોડસ્ટ' બોલી “નમોડસ્તુ વર્ધમાનાય ની એક સ્તુતિ ગુરુ બોલે. પછી તેની ત્રણ સ્તુતિ સાધુઓએ બોલવી. સાધ્વીઓ “નમોડસ્' ન બોલે અને “નમોડસ્તુ ની બદલે “સંસાર દાવાનલ'ની ત્રણ સ્તુતિ બોલે. (22) પછી નમુત્થણે બોલી સ્તવન બોલવું. (23) પછી “દેવસિઅપાયચ્છિત્તી' નો કાઉસ્સગ્ન કરવો. તેમાં 4 લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા” સુધી ચિંતવવા. (24) પછી સ્વાધ્યાય કરવો. આ વિધિથી દેવસી પ્રતિક્રમણ કરવું. કાલગ્રહણ દેવસી પ્રતિક્રમણ કર્યા પછી ત્રણ તારા દેખાય ત્યારે સાંજનું કાલગ્રહણ લે. કાલગ્રહણ શુદ્ધ આવે તો કાલિકશ્રુત ભણે અને પૂર્વે ભણેલાનું પુનરાવર્તન કરે. કાલગ્રહણ શુદ્ધ ન આવે તો બીજા સૂત્રો કે અર્થ ભણે અને પુનરાવર્તન કરે. કાલગ્રહણ લેનાર સાધુના ગુણો (1) તેને ધર્મ પ્રિય હોય. (2) તે ધર્મમાં દઢ હોય. (3) તે સંવિગ્ન - મોક્ષાભિલાષી હોય. (4) તે પાપથી ડરતો હોય. (5) તે થાકે નહીં.