Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 78 વાપરવાની વિધિ ભૂખ્યો સાધુ બરાબર વૈયાવચ્ચ ન કરી શકે. (iii) ઈર્યાસમિતિ - ઈર્યાસમિતિનું નિર્મળ રીતે પાલન કરવા વાપરવું, કેમકે ભૂખ્યા સાધુને આંખે અંધારા આવવાથી તે ઈર્યાસમિતિનું બરાબર પાલન ન કરી શકે. (5) સંયમ - પડિલેહણ, પ્રમાર્જન વગેરે રૂપ સત્તર પ્રકારના સંયમનું પાલન કરવા વાપરવું, કેમકે ભૂખ્યો સાધુ સંયમનું બરાબર પાલન ન કરી શકે. (5) પ્રાણ - દશ પ્રકારના પ્રાણ અથવા જીવનની રક્ષા માટે વાપરવું. (i) ધર્મધ્યાન - ધર્મધ્યાન કરવા સાધુએ વાપરવું, કેમકે ભૂખ્યો સાધુ ધર્મધ્યાન બરાબર ન કરી શકે. વાપરતી વખતે સાધુ પોતાને હિતશિક્ષા આપે હે જીવ! ગોચરીના 42 દોષોરૂપી વિષમસ્થાનમાં તું બચી ગયો છે, હવે વાપરતી વખતે રાગ-દ્વેષ ન થઈ જાય તેનું ધ્યાન રાખજે. વાપરવાની વિધિ (1) સબડકા કર્યા વિના વાપરવું. (2) ચબચબ અવાજ કર્યા વિના ચાવવું. (3) બહુ ઝડપથી ન વાપરવું. (4) બહુ ધીમે ધીમે ન વાપરવું. (5) ઢોળ્યા વિના વાપરવું કે જેથી પછીથી જોનારને ખબર ન પડે કે અહીં સાધુએ વાપર્યું હતું કે નહીં. (6) મોટું વિકૃત કર્યા વિના વાપરવું. આમ વાણી અને કાયાથી ગુપ્ત * થઈને વાપરવું. (7) વાપરીને બધા પાત્રા ત્રણ વાર ધોઈને તે પાણી પી જવું. (8) મુખશુદ્ધિ કરવી.