Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 76 ગ્રામૈષણાના પાંચ દોષો ઢોળાય અને ઘણું લેપાય. તેથી પહોળા મુખવાળા પાત્રામાં વાપરવું. ગ્રાસેષણાના પાંચ દોષો વાપરતી વખતે ગ્રામૈષણાના પાંચ દોષો ત્યજવા. તે આ પ્રમાણે (1) સંયોજના - રસની આસક્તિથી સ્વાદ માટે ખાંડ, ઘી વગેરેને દૂધ, ખાખરા વગેરે સાથે સંયુક્ત કરવા તે સંયોજના. તે બે પ્રકારે છે - (i) ઉપકરણવિષયક સંયોજના - તેના બે પ્રકાર છે - (a) બાહ્ય સંયોજના - ઉપાશ્રયની બહાર સારો ચોલપટ્ટો મેળવીને વિભૂષા માટે સારો કપડો માંગીને બહાર જ પહેરે છે. (b) અત્યંતર સંયોજના - વસતિમાં ઉપકરણની સંયોજના કરે તે. (i) ભાત પાણીવિષયક સંયોજના - તેના બે પ્રકાર છે - (a) બાહ્ય સંયોજના - વિશિષ્ટ સ્વાદ માટે વસતિની બહાર દૂધ, દહીં, ભાત વગેરેને ભેગા કરવા તે. (b) અત્યંતર સંયોજના - પાતરામાં ખાખરા, ગોળ, ઘી વગેરેને ભેગા કરવા તે. રસ માટે સંયોજના કરવી દોષ છે. ગ્લાન માટે, જેને આહારની રુચિ ન હોય તેની માટે, શુભ આહારથી ટેવાયેલ રાજપુત્ર વગેરે જે સાધુને ઉચિત આહારથી ભાવિત ન હોય તેમની માટે સંયોજના કરવાની અનુમતિ છે. (2) પ્રમાણ - પુરુષના આહારનું પ્રમાણ 32 કોળીયા છે. સ્ત્રીના આહારનું પ્રમાણ 28 કોળીયા છે. નપુંસકના આહારનું પ્રમાણ 24 કોળીયા છે. આ પ્રમાણથી વધુ વાપરવું તે દોષ છે. | કોળીયાનું પ્રમાણ કુકડીના ઈંડાના પ્રમાણ જેટલું છે. કુકડી અને ઈંડા બે પ્રકારના છે - દ્રવ્યથી કુકડી - સાધુનું મુખ, અથવા પક્ષીરૂપ કુકડી.